જિલ્લામાં નૈઋત્ય ચોમાસાનુ વિધિવત રીતે આગમન થવા છતાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદનો અભાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી 6 તાલુકામાં સામાન્ય વરસાદ થી ધરતી પુત્રોમાં પણ ચિંતા નો માહોલ

જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવાથી હોવા છતાં આકાશી આધારિત ખેતી ધરાવતા ખેડૂતો માટે સંકટ: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘરાજા અનેક સ્થળો પર મહેરબાન થતા એક ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ થતાં ધરતીપુત્રો માં ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ બૃહદ બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અનેક વિસ્તારોમાં માત્ર સામાન્ય વરસાદ થતા આમ પ્રજાજનો સહિત ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં આકાશીત આધારિત ખેતી ધરાવતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ન થતાં સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના ને લઈ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારા વરસાદની આશા બંધાઈ છે પરંતુ અત્યાર સુધી તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દાંતીવાડા ડીસા,દાંતા ,અમીરગઢ દિયોદર, કાંકરેજ અને લાખણી વિસ્તારમાં સારો વરસાદ થયો છે. ત્યારે બાકીના વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા થી સંતોષ માનવો પડી રહ્યો છે જેથી ખેડૂતોને હજુ ચોમાસું સીઝનની વાવણી કરી શકે તેમ પણ નથી પરંતુ આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓમાં માત્ર અડધો ઇંચ પણ વરસાદ વરસ્યો નથી : બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સિઝન જામી છે પરંતુ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી માત્ર 8 તાલુકાઓમાં સારો વરસાદ થયો છે જ્યારે 6 તાલુકાઓમાં માત્ર સામાન્ય થયો છે જેમાં વાવમાં 2 મીમી થરાદમાં 2 મીમી વડગામમાં 9 મીમી પાલનપુરમાં 3 મીમી ભાભરમાં ,2મીમી અને સુઈગામમાં 3 મીમી જ વરસાદ નોંધાયો છે

જુલાઈ મહિનામાં હવામાન નિષ્ણાતોનો મતે ભરપુર વરસાદ વરસી શકે છે: બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનાના અંતમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થયો છે ત્યારે અન્ય વિસ્તારો સામાન્ય  છે પરંતુ હવામાન નિષ્ણાતોના મતે જુલાઈ મહિનામાં  ભરપૂર વરસાદ થઈ શકે છે જેમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ ને લઇ જુલાઇ  મહિનાના બીજા સપ્તાહમાં ખુબ સારો વરસાદ વરસી શકે છે જ્યારે આગામી પાંચ દિવસ સુધી પણ બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર વરસાદનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતાઓ રહેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલો કુલ વરસાદ

28/6/24 ના સાંજ 6 કલાક સુધી

તાલુકો    –      કુલ વરસાદ મીમી

વાવ     –    2 મીમી

થરાદ   –    2 મીમી

ધાનેરા  –  22 મીમી

દાંતીવાડા  –  47 મીમી

અમીરગઢ  –  35 મીમી

દાંતા     –     139 મીમી

વડગામ   –    9 મીમી

પાલનપુર  –   3 મીમી

ડીસા   –   27 મીમી

દિયોદર  – 80 મીમી

ભાભર  –  2 મીમી

કાંકરેજ   –  20 મીમી

લાખણી  –  27 મીમી

સુઈગામ –  3 મીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.