ભાભરમાં સફાઇ ન કરતાં કોન્ટ્રાકટરને પાલિકાની નોટિસ છતાં કામગીરી શૂન્ય

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભરમાં ભૂર્ગભગટરની કામગીરી કરતાં કોન્ટ્રાકટરને પાલિકા દ્વારા દર માસે રૂપિયા 3.50 લાખ ચૂકવવામાં આવે છે. તેમજ પાલિકાના વાહનો પણ અપાય છે. છતાં ગટરો ઉભરાતી હોઇ પાલિકાએ નોટિસ ફટકારી હતી. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોઇ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાભરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે. મુખ્ય સમસ્યા ભૂગર્ભ ગટર ઉભરાવાની છે. નગર પાલિકા દ્વારા ગટર સફાઇ તેમજ મેન્ટેનન્સ માટે મહિને 3.50 લાખ તેમજ સફાઇમાં ઉપયોગ થતાં વાહનો આપી કોન્ટ્રાક્ટ આપેલ છે. છતાં પણ એજન્સી દ્વારા કેટલાક સમયથી સંતોષ કારક કામગીરી ના કરતા કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે.

તેમ છતાં પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી.રમેશભાઇ, વિનોદભાઇ, મહેશભાઇ સહિતના વેપારીઓને જણાવ્યું હતુ કે, તિરૂપતિ માર્કેટની પાછળ આવેલ હરી પ્લાઝા શોપિંગ પાસે છેલ્લા દસ દિવસથી ગટર ઉભરાઇ રહી છે. ગંદુ પાણી જાહેર રસ્તા પર હોવાથી કોઈ ગ્રાહક પણ દુકાને નથી આવતા તેમજ રોગચાળા નો પણ ભય છે. લાટી બજારમાં પણ ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યુ છે. ત્યારે કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટમાં મુકવામાં આવે તેવી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.