વિકાસ થી વંચિત : તાંતિયાણા ગામના રસ્તાઓ કાદવ કીચડમાં મુસાફરી દરમ્યાન ભારે હાલાકી સ્કૂલે જવા બાળકો મજબૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામના રસ્તાઓ કાદવ કીચડ થી ખદબદી રહ્યા છે. અને બાળકો સ્કૂલમાં અભ્યાસએ જવા માટે મજબૂર બન્યા જવાબદાર કોણ? તાંતીયણા વિકાસ થી વંચિત ગામ કે પછી નબળી નેતાગીરી નો ભોગ બની રહ્યા છે. લોકો ચંદ્રુમણિયા ઓઢા (તાંતિયાણા) પ્રાથમિક શાળા નો રસ્તો સદીઓ થી બિસ્માર હાલત માં કાદવ કીચડ માં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર તાંતિયાણા ગામ લાકો એ અનેક વાર તંત્ર અને સરકાર ને લેખિત અને મૌખિક રજુઆત કરી છતાં પરીણામ શુન્ય?

મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું છેવાડું ગામ એટલે તાંતિયાણા ગામ વિકાસ થી વંચિત હોવા તેવું લાગી રહ્યો છે. સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પણ પડતાં હોવાની બુમ રાડ પડી છે. કોઈ ગામના વૃદ્વ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ને ડિલિવરી નો પ્રસંગ હોય તો 108 પણ આવી શકતી નથી.અને પછી મજબુરી ના કારણે લોકોને ટ્રેકટર વડે ન છૂટકે દવાખાને ખસેડવામાં આવે છે ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે અને બાઈક પર સવાર થઈ ને જીવના જોખમે મુસાફરી કરી ને બાળકોને અભ્યાસ માટે સ્કુલમાં મુકવા જવું પડે છે ત્યારે ગામના લોકો ને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમ્યાન ભારે હાલાકી પડી રહી છે.

આ શાળા તાંતીયાણા ગામ થી અંદાજિત અઢી – ત્રણ કિલોમીટર આવેલું છે. ત્યાં અઢીસો થી ત્રણસો માણસ ની રોજે રોજ અવાર જવર થાય છે.. ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર આ કાચો માર્ગ ઝડપી પાકો બને તે માટે ગામ લોકો એ સરકાર રજુઆત કરી છે. શું મીડિયા ના અહેવાલ થી કુંભકર્ણ ની જેમાં ઘોરનિદ્રા માં સુતેલુ તંત્ર જાગશે ખરા તે આવનાર સમયજ બતાવશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.