દિયોદરના ઓઢા ગામે સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ
રખેવાળ ન્યુઝ દીઓદર
કોરોના વાઇરસ વિશ્વ મહામારી છેક ચીન થી નીકળી ગુજરાતના ગામડાંઓ માં પ્રવેશી ચુકી છે ત્યારે દિયોદર તાલુકાના ગામડાઓ માં ફરી એક વાર કોરોના એ આક્રમણ કરેલ છે.દીઓદરતાલુકાના ઓઢા ગામે સગર્ભાવસ્થ મહિલા કાજલબેન પરમાર ને કોરોના પોજેટિવ આવ્યો છે .હાલ કોરોના પોઝિટિવ જિલ્લામાં વધતા જતા કોરોનાને કેશાના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં છે જ્યારે દિયોદર આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું દિયોદર મા કુલ કોરોના પોઝિટિવ નો અંક…..કુલ .૧૨ જ્યારે કોરોના ગ્રસ્ત ના પરિવાર જનો ને દિયોદર ની સરકારી સ્કૂલમાં ક્વોરોન્ટાઇમ કરાયાં છે જ્યારે એક્ટીવ કેશ સગર્ભા ને પોતાના પતિ સાથે ઘરેજ કોરોટાઇમ કરાયાં છે અને તે ઓ ના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જહેર કરી દેવાયો છે અને ઓઢા ગામના સરપંચ એસ જે ચૌધરીએ ગ્રામજનો ને અપીલ કરી હતી કે લોકો ગભરાય નહીં અને સાચવેતી રહે અને મોઢે ફરજીયાત માસ્ક લગાવે અને વગર કામે બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.