દિયોદરઃ ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતાં ઝાડ સાથે ટક્કર, જાનહાની ટળી
કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મોડીરાત્રે દિયોદરના પાલડી ત્રણ રસ્તા પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘાસચારો ભરેલા ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક માર સ્લિપ ખાઇ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને લઇ સ્થાનિકો ટ્રેક્ટર ચાલકની મદદે દોડી આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના દિયોદરના પાલડી ચાર રસ્તા પાસે ટ્રેક્ટર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની વિગત અનુસાર ગત મોડી રાત્રે ૧૧ઃ૪૦ કલાકે સુકી ચાર ટ્રેક્ટરમાં ભરી દિયોદરથી પાલડી તરફ ચાલક આવતો હતો. આ તરફ ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં દિયોદરના જેતડા હાઇવે પર ટ્રેક્ટર સ્લિપ થઇ જતાં વૃક્ષ સાથે ટકરાયું હતુ.
મોડીરાત્રે બનેલી ઘટનાને કારણે હાઇવે પર થોડી વાર માટે ટ્રાફીમજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ બનાવ જો દિવસે બન્યો હોત તો મોટી જાનહાની સર્જાઇ હોત તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટના બાદ સ્થાનિકો અને ખેડૂતો ટ્રેક્ટર ચાલકની મદદે આવ્યા હતા. ભારે જહેમતને અંતે જેસીબી મશીનની મદદથી ટ્રોલી સાથે ટ્રેક્ટર બહાર નિકાળવામાં આવ્યુ હતુ.