ધાનેરાની ઠક્કર સોસાયટીમાં રસ્તો બ્લોક કરી દેવાતાં પોલીસ ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાની ઠક્કર સોસાયટીમાં રહેતા વયોવૃધ્ધ લીલાબેન ઠક્કરના ઘરથી બહાર નીકળવાના રસ્તા ઉપર બાજુના ઘરવાળા પોતાની ગાડીઓ મૂકી દઇ રસ્તો બ્લોક કરતાં પાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં અંતે પોલીસનો સહારો લેવાની ફરજ પડી છે. ધાનેરાની પટેલ સોસાયટીની પાછળ ઠક્કર સોસાયટીમાં લીલાબેન ઇશ્વરભાઇ ઠક્કર રહે છે. પોતાના દીકરાઓ ધંધાર્થે ગામડાઓમાં રહે છે. જેથી તેઓ એકલા રહે છે. આ લીલાબેનના ઘરની બાજુમાં વિજયભાઇ ઠક્કરનું ઘર આવેલ છે અને બંનેને જવા માટે એકજ ગળી છે. જેથી આ ગલીમાં વિજયભાઇ પોતાની ત્રણ ગાડીઓ પાર્ક કરી દેતા હોય છે અને એક ગાડી તો ત્યાં પાર્કિંગ કરેલી હોય છે કે લીલાબેનને પોતાના ઘરથી બહાર નીકળવામાં કે તેમના ઘરે કોઇ મહેમાન આવે તો પણ ભારે તકલીફ પડતી હોય છે. જેથી વિજયભાઇને ગાડીઓ બહાર રાખવા જણાવતા આ મહિલાને અપશબ્દો બોલતાં પાલિકામાં રસ્તો ખુલ્લો કરાવવા જાણ કરી હતી. પરંતુ પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે આ મહિલાએ ધાનેરા પોલીસનો સહારો લેવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.