નડાબેટ ખાતે વિકસિત થતાં ટુરીઝમ પોઈન્ટ ઉપર રણછોડ પગીનું સ્ટેચ્યુ મુકવા માંગણી
ભારત પાકિસ્તાન ના ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુદ્ધમાં સેનાને મદદ કરનાર રણછોડભાઈ રબારી (પગી)નું ખરા અર્થ બનાસકાંઠા જિલ્લામાં તેમની યાદમાં કોઈ સ્મારક કે સ્ટેચ્યુ નથી જેને લઇ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાજપ ઉપપ્રમુખ અને રબારી સમાજના આગેવાન નાગજીભાઈ દેસાઈ ઉમેદપુરાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી નડાબેટ બોર્ડર પર વિકસિત થતાં ટુરીઝમ પોઈન્ટ પર રણછોડ પગીનું સ્ટેચ્યુ મુકવાની રજુઆત કરી છે ત્યારે રણછોડભાઈ રબારીની પરાક્રમની વાત કરીએ તો ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદ પર આવેલ વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ. જેમા ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ગયા હતા. જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ. ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. રણમાર્ગ ના ભોમિયા રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી અને સૈન્યએ કાર્યવાહી કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.
મૂળ પાકિસ્તાનમાંથી આવી વાવના રાધાનેસડામાં રહ્યા હતા પરંતુ ત્યારબાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા અને બનાસકાંઠા પોલીસે તેમને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી. તેમના પુત્ર માનજીભાઈ પણ સુઈગામ પોલીસમાં
પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે. અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી છે.
૧૮ જાન્યુઆરી ૨૦૧૪માં ૧૧૨ વર્ષની ઉંમરે અવસાન થયુ હતુ. હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડપગી જીવ્યા ત્યાં સુધી તેમની પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશું જ ન હતંુ એક ચોકી નું નામ રણછોડ પગી આપ્યું છે ભારતીય સેનાને મદદ કરવા બદલ બીએસએફ દ્વારા કચ્છની સરહદ પર આવેલ ૯૯૦ નંબરની ચોકીનું નામ રણછોડ પગી આપવામાં આવ્યું છે જે ચોંકી પર તેમના પરિવારજનો માત્ર તેમની પુણ્યતિથિ પર દર વર્ષે જાય છે પરંતુ જાે બનાસકાંઠા જિલ્લામાં તેમનું સ્મારક કે સ્ટેચ્યુ બને તો સમગ્ર જીલ્લાવાસીઓ તેમને યાદ કરી શકે.