ગૌમાતાને રાજય માતા જાહેર કરવાની માંગ; પાલનપુર ખાતે ગૌભક્તોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
ગૌમાતાના નામે વોટ બટોરનારી ભાજપ સરકાર માંગ નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી: ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ જોર પકડી રહી છે. ત્યારે પાલનપુર ખાતે ગૌભક્તો સહિત હિંદુ સંગઠનોએ કલેકટરને આવેદનપત્ર આપી ગૌમાતાને રાજયમાતા જાહેર કરવાની માંગ કરી હતી.
જગદગુરુ શંકરાચાર્યજીએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ ઉપાડી છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરી છે. તેઓ ગૌધ્વજ સ્થાપના ભારત યાત્રા અંતર્ગત ભારત પરિભ્રમણ કરી રહ્યા છે. તેઓના અમદાવાદ આગમન ટાણે ગૌભક્ત હિન્દુત્વ વાદી ગુજરાતની ભાજપ સરકાર પણ ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરે તેવી માંગ ઉઠી છે. આજે ગૌભક્તો, સાધુ સંતો અને હિંદુ સંગઠનોએ કલેકટર મિહિર પટેલને આવેદનપત્ર આપી ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ કરી હતી.
જોકે, ગૌમાતાને નામે વોટ બટોરી સત્તા સ્થાને પહોંચેલી ભાજપ સરકાર ગૌ માતાને રાજ્ય માતા જાહેર નહિ કરે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી વસંતભાઈ દેસાઇ સહિતના ગૌ ભક્તોએ ઉચ્ચારી હતી.
હિન્દુત્વનો ઝંડો પકડાવનાર સરકાર પાસે અપેક્ષાL ગૌભક્ત અને હિન્દુતત્વવાદી ભાજપ સરકાર પાસે ગૌમાતાને રાજયમાતાનો દરજ્જો આપવા ની માંગ કરતા ગૌભક્ત પરેશ ભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમને હિન્દુત્વનો ઝંડો પકડાવનાર હિન્દુત્વવાદી ગૌ ભક્ત ભાજપ સરકાર પાસે ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરીએ છીએ કેરલ સરકાર પાસે નહિ” તેવો ટોણો મારતા તેઓએ ગૌ માતાને પશુની શ્રેણીમાંથી બહાર કાઢી ગૌ માતાનો દરજ્જો આપવાની માંગ કરી હતી.