ધાનેરામાં રેલ્વે પુલ ઉપરના ખાડા તથા હાઇવે પરના ખાડા પૂરવામાં આવે તેવી માંગ
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોમાં ભારે રોષ ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષમાં બનાવેલ રોડ રસ્તાઓ મોટાભાગની હલકી ગુણવત્તા ના બનાવેલ હોય સામાન્ય વરસાદમાં રસ્તાઓ તૂટી ગયેલ છે. તેમ જ મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે નિશાળે જતા બાળકો ઘણીવાર ખાડામાં પડવાથી ગંભીર ઇજાઓ થતી હોય છે. ઘણીવાર રજૂઆતો કરવા છતાં ખાડાઓ પૂરવા માં આવતા નથી ઊંચ અધિકારીઓ જો સત્ય તપાસ કરવામાં આવે તો વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવે તેવો ગ્રામ લોકો જણાવી રહ્યા છે તો શું પ્રાદેશિક મુન્સીપલ કમિશનર સાહેબ ધાનેરાના રસ્તાઓ હલકી ગુણવત્તાની તપાસ કરાવશે ખરા.
આ બાબતે ચંદ્રકાંતભાઈ ઠક્કરે જણાવેલ કે પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રોડ નો ગમે એટલો તમે પુરાણ કરો અથવા કપચી નાખો વ્યર્થ છે રોડ બનાવો તે પણ વ્યર્થ છે પર્વતી વિસ્તારમાં વિસ્તાર છે કે ચીકણી માટી વાળો વિસ્તાર જ્યારે ધાનેરા વિસ્તાર રેતાળ છે. એને અનુલક્ષીને રોડ બનાવવા જોઈએ.