ઠાકોર સમાજ વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવના ધારાસભ્ય એક ચેનલ પર નિવેદન આપી રહ્યા હતા તે દરમિયાન ટિપ્પણી કરવામાં આવી હતી. આ અંગે થરાદમાં ઠાકોર સમાજ દ્વારા તેની સામે પગલાં ભરવા પોલીસ મથકમાં  આવેદનપત્ર સ્વરૂપે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. એક ખાનગી ગુજરાતી
ચેનલના ફેસબુક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકો લાઈવ નિવેદન આપી રહ્યા હતા. તે વખતે આર.પી.પટેલ નામના ફેસબુક આઇડી પરથી ઠાકોર સમાજ વિરોધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેના લીધે તમામ ઠાકોર સમાજની લાગણી દુભાવા પામી હતી. આથી
સમાજના યુવા આગેવાનો દ્વારા તેનો વિરોધ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે. આ સંદર્ભે થરાદ પોલીસમથકમાં બુધવારે સાંજે આવેદનપત્ર સ્વરૂપે લેખિત રજુઆત કરવામાં આવી હતી.જેમાં જાે યોગ્ય તપાસ કે કાર્યવાહી ન થાય તો સમાજમાં વધુ આક્રોશની લાગણી ફેલાય તેમ છે.આથી આ શખસને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.ઠાકોર સમાજ યુવા આગેવાન ઠાકોર ભાયચંદજી કેશાજી દ્વારા લિખિત રજુઆત કરાઈ હતી આ વખતે સવજીજી વાઘેલા, પ્રધાનજી ઠાકોર, કલ્પેશજી ઠાકોર તેમજ પીરાજી ઠાકોર,સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.