ડીસા ખાતે આવેલી એસ.સી.ડબ્લ્યુ.હાઈસ્કૂલનું નામ બદલવાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ખાતે નગરપાલિકા સંચાલિત એસ. સી. ડબ્લ્યુ. સ્કૂલનું નામ બદલવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત દેશ પર અંગ્રેજાે જ્યારે શાસન કરતા હતા. તે સમયે ભારત દેશમાં અનેક શાળાઓ સ્થાપવામાં આવી હતી. તેમાંની એક શાળા અંગ્રેજાેના શાસન કાળથી ડીસા ખાતે કાર્યરત છે. જેનું નામ છે એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ જે આઝાદી કાળથી કાર્યરત છે અને વર્ષો થઈ ગયા તેમ છતાં આજદિન સુધી આ શાળાનું નામ બદલવામાં આવ્યુ નથી. જેના કારણે વર્ષોથી આ શાળાનું નામ બદલવા માટે ડીસા શહેરના લોકો રજુઆત કરી ચુકયા છે તેમ છતાં પણ આજદિન સુધી આ શાળાનું નામ બદલવામાં આવ્યું નથી ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસ. સી. ડબ્લ્યુ.સ્કૂલનું નામ બદલીને ભારતના ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝના નામે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે જાે એસ. સી. ડબલ્યુ. સ્કૂલનું નામ નહી બદલવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.