ડીસાની ઝેરડા કૃષ્ણનગર પ્રાથમિક શાળાના તાળા તૂટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે પણ ગુનાખોરીની ઘટનાઓ જેવી કે ચોરી, લૂંટ અને ચિલઝડપની ઘટનાઓ સતત વધી રહી છે. તસ્કરો હવે તો મા સરસ્વતીના પવિત્ર ધામ એવી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.
ત્યારે આવી જ એક ચોરીની ઘટના ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલી કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં બનવા પામી છે ગત તારીખ ૨૯ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન શાળામાં રજાઓ હતી. તે દરમીયાન કોઈ આજાણ્યા તસ્કરોએ શાળાના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી કોમ્પ્યુટર સેટ,જેમાં મોનીટર પ્રિન્ટર, સી.પી.યુ., પાવર યુનિટ, સ્પીકર તેમજ ઇલેક્ટ્રિક પંખા મળી કુલ રૂ.૪૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જો કે સોમવારે શાળાના શિક્ષકો શાળાએ આવ્યા હતા તે દરમિયાન શાળાના રૂમના તાળા તૂટેલા જણાઈ આવતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ બાબતે શાળાના આચાર્ય પ્રવીણભાઈ અમૃતભાઈ પટેલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.