ડીસા પોલીસે અમીરગઢમાં રાયોટિંગ ગુનાના નાસતા- ફરતા આરોપી ઝડપ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી ડીસા ઉત્તર પોલીસની ટીમ અમીરગઢ પોલીસ મથક વિસ્તારમાં નાસતા -ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન ટીમને મળેલ ખાનગી બાતમી આધારે અમીરગઢ પો.સ્ટે.ના રાયોટિંગના ગુનાના નાસતા ફરતા આરોપી માનાભાઇ ચેલાભાઇ ધ્રાંગી,ચતરાભાઇ ચેલાભાઇ ધ્રાંગી,ભીમાભાઇ ઉર્ફે રમેશભાઇ ચતરાભાઇ ધ્રાગી, લાલાભાઇ મંછાભાઇ ધ્રાંગી, દીનાભાઇ રામાભાઇ ધ્રાંગી, સીનાભાઇ લખાભાઇ ધ્રાંગી અને રાજુભાઇ ધર્માભાઇ ધ્રાંગી (તમામ રહે.રબારિયા તા-અમીરગઢ) ને રબારિયા ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા અમીરગઢ પોલીસને સોંપવામાં આવેલ છે.જેથી પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીના પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.