ડીસા નગર પાલિકાના મહિલા પ્રમુખ ફરી હાજર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ભાજપ શાસીત ડીસા નગર પાલિકા શરૂઆતથી જ વિવાદોમાં સપડાતી રહી છે. ભાજપી સભ્યોના આંતરિક વિખવાદ અને ખેંચતાણના પગલે શહેરના વિકાસલક્ષી અનેક કામો ખોરંભે ચડયા છે. સાથે સાથે પાયાની સવલતો પણ મેળવવા શહેરીજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. જોકે વર્તમાન બીજી ટર્મમાં પાલિકા પ્રમુખ પદે શિલ્પાબેન માળી સત્તારૂઢ થયા હતા. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન અન્ય સભ્યોના વિસ્તારમાં કામો ન થતા હોવાના અવાર નવારના આક્ષેપો સાથે અસંતોષ ફેલાયો હતો અને આ મામલે તેમણે ભાજપ મોવડી મંડલને રજુઆત કરતા મોવડી મંડલના આદેશના પગલે પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી એક માસની રજા ઉપર ઉતરી ગયા હતા અને પ્રમુખ પદનો ચાર્જ પાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર થતા તેમની રજા ત્રણ માસ સુધી લંબાઈ હતી. પરંતુ સોમવારે અચાનક તેઓ પાલિકા ખાતે આવી ફરી પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. શિલ્પાબેન માળી સામાજિક કારણોસર ત્રણ માસની રજા ઉપર ઉતર્યા બાદ સોમવારે ફરીથી પ્રમુખનો ચાર્જ સંભાળતા શહેરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના પગલે અટવાઇ ગયેલ વિકાસ કામોને વેગ મળશે તેવો આશાવાદ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.