ડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર ૧૩ સામે ફરિયાદ

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. આ મહામારી ભારતમાં પણ વિકરાળ બની ચુકી છે. જેને લઈને સમગ્ર દેશમાં ત્રણ તબક્કામાં ૫૪ દિવસનું લોકડાઉન અપાયું છે ત્યારે હાલ આ લોકડાઉનના ૪૯માં દિવસે પણ અનેક લોકો લોકડાઉનનો ભંગ કરતા જોવા મળ્યા હતા. જેમાં ડીસા શહેરમાં પણ લોકડાઉન હોવા છતાં પણ અનેક લોકો અવારનવાર ખોટા બહાના બતાવી બહાર નીકળીને સતત લોકડાઉનના આદેશનો ભંગ કરી બહાર ફરતા હોય છે ત્યારે પોલીસે પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બુધવાર અને ગુરુવારના દિવસ દરમિયાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરી લોકડાઉન દરમિયાન બહાર ફરતા ૧૩ જેટલા ઈસમો સામે કલમ ૧૮૮, ૨૬૯ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ ત્રણ જેટલા વાહનો ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.