ડીસાની યુવતી જીવલેણ રોગનો શિકાર બની, ભારત આવવાની અંતિમ ઈચ્છા, મદદ માંગી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના ડીસાની યુવતી જીવલેણ રોગમાં સપડાઈ છે. અરમેનિયામાં અભ્યાસ કરતી યુવતીને એન્સેફ્‌લોમેનજાઈટિસ રોગ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ૨૦ દિવસથી યુવતી ભૂમિ ચૌધરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને ભારત લાવવાની સલાહ આપવામાં આવી છે પરંતુ ૫૦ લાખથી પણ વધુની એરએમ્બ્યુલન્સમાં કોઈ પાયલોટ ભારત આવવા તૈયાર નથી. કોરોનાના સંક્રમણને પગલે હાલ ભૂમિની કોઈ મદદ કરી શકે તેમ નથી.
ડીસાની યુવતી ભૂમિ ચૌધરી એન્સેફાલોમનઝાઇટીસ નામના જીવલેણ રોગમાં સપડાઇ છે. તેણી અરમેનિયામાં અભ્યાસ કરે છે.સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા ફ્‌લાઈટ બંધ હોવાથી સરકાર પાસે ટ્‌વીટ કરીને મદદની માગ કરાઈ છે. પરિવારે ભૂમિને ભારત લાવવા સરકાર પાસે મદદ માગી છે.
ભૂમિને સરળ ભાષામાં સમજીએ તો તેને મગજનો તાવ આવ્યો છે.જેમાં તેના મગજમાં સોજો આવ્યો છે અને તેના એક પછી એક ઓર્ગન ફેલ થઈ રહ્યા છે. અર્મેનિયાથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત જવાની સલાહ આપવામાં આવી છે પરંતુ તેમની કોઈ મદદ ન કરી રહ્યુ હોવાને કારણે તેમણે આખરે સોશિયલ મીડિયાનો સહારો લઈને ટ્‌વવીટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ભૂમિ સાથે તેના સહપાઠીઓ છે જે હાલ ભૂમિને ભારત લાવવાની કોશિશ કરી રહ્યા છે. એન્સેફ્‌લોમેનજાઈટિસ મુખ્યત્વે વાયરલ, બૅક્ટેરિયલ અને જૅપનીઝ ત્રણ પ્રકારનાં હોય છે. ત્રીજો પ્રકાર ખૂબ જ પ્રાણઘાતક ગણાય છે, કેમ કે એમાં કરોડરજ્જુમાં પણ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ જાય છે. માત્ર પગ જ નહીં, હાથ-પગનાં સાંધાઓ પણ અચનાક જકડાઈ જાય છે.આ રોગનાં લક્ષણો પણ ખૂબ અસ્પષ્ટ છે જેને કારણે એનું વહેલું નિદાન શક્ય નથી બનતું. ઊબકા આવે, ઊલટી થાય, કન્ફ્યુઝન થાય, પ્રકાશ સહન ન થાય, આજુબાજુ જે કંઈ થઈ રહ્યું છે એ બાબતે ભ્રાંતિ પેદા થાય જેવાં એનાં પ્રાથમિક લક્ષણો હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.