ડીસાના રસાણા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ૪ ઘાયલ

બનાસકાંઠા

કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે જીવલેણ અકસ્માતનો દોર પણ યથાવત રહેવા પામ્યો હતો. પાલનપુર ડીસા હાઇવે પર રસાણા નજીક આજે સવારે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા સહિત અન્ય ચાર લોકોને ગંભીર ઇજા થતાં ડીસા સિવિલમાં લવાયા બાદ વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયા હતા. લોકડાઉનમાં વતન તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર ઉભેલા ટેન્કરની પાછળ કાર ઘુસી જતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.