ડીસામાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા દોડધામ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અંદાજે ૪ કિ.મિ. લાંબા ફ્‌લાય ઓવરબ્રિજની મંજુરી આપવામાં આવી હતી અને તેનું કામ પણ છેલ્લા એકાદ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. જોકે લોકડાઉન દરમિયાન થોડા સમય માટે કામગિરી બંધ કરવામાં આવી હતી પરંતુ સરકારના આદેશ બાદ ૧૧ મી એપ્રિલથી ફરી આ ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ફરી પુરજોશમાં કામગીરી ચાલુ હતી. તે દરમિયાન મંગળવારે સાંજના સુમારે ગાયત્રી મંદિર નજીક ભરચક વિસ્તારમાં પિલર નંબર ૨૭ નજીક કામ કરતી લોડિંગ ક્રેન અચાનક ધડાકાભેર નીચે તૂટી પડ્‌તા ભારે અફરા તફરી મચી હતી.
જો કે લોકડાઉન હોઈ આસપાસમાં વાહનો તેમજ લોકોની અવર જવર ઓછી હોઈ મોટી જાનહાની ટળી જવા પામી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન બ્રિજનું કામ કરી રહેલી રચના કન્ટ્રકશનની બેદરકારી ફરીથી સામે આવવા પામી છે તેમજ સમગ્ર શહેરમાં તેની કામગીરી સામે અણિયાળા સવાલો ઉભા થવા પામ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.