ડીસાના રાણપુર ગામે થ્રેશર બંધ કરવા મામલે વિવાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં થ્રેશર ચાલુ કરવા જતાં ગામના જ એક ઈસમ દ્વારા ‘થ્રેશરનો કચરો ઉડે છે બંધ કર’ તેમ કહી મારામારી કરતા આ મામલે તાલુકા પોલસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
આ અંગેની વિગતો જોતા રાણપુર ગામે રહેતા રમેશજી ખેમાજી ઠાકોર સોમવારે સાંજના સુમારે પોતાના ખેતરમાં થ્રેશર દ્વારા બાજરી કઢાવતા હતા. તે દરમિયાન ગામના જ દસરથજી પરથીજી ઠાકોરનો ફોન આવેલ કે તમારા ખેતરમાં ચાલતું થ્રેશર મસીન બન્ધ કરો મારા ખેતરમાં કચરો ઉડીને આવે છે. આ બાબતે રમેશજીએ કહેલ કે હું થ્રેશર બીજી બાજુ ફેરવી નાખું છું કચરો નહિ ઉડે તેમ છતાં થોડીવાર બાદ દસરથજી પરથીજી ઠાકોર અને તેના પિતા પરથીજી સોનાજી ઠાકોર મોટરસાયકલ ઉપર ખેતર ઉપર આવી ‘તું કેમ થ્રેશર બન્ધ કરતો નથી’ તેમ કહી ગાળો બોલી દસરથજીએ તેના હાથમાં રહેલી ટોમી રમેશજીના માથામાં મારતા તેઓ લોહી લુહાણ થઈ જતા નીચે પટકાયા હતા તે દરમિયાન રમેશજીની માતા રૂપાબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ ગડદા પાટુનો માર મારેલ. જેથી હોબાળો થતા આસપાસના લોકોએ આવી આ બન્નેને વધુ મારમાંથી છોડાવેલ પરંતુ જતા જતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે રમેશજીએ મંગળવારે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તેમની ફરિયાદ આધારે દસરથજી પરથીજી ઠાકોર અને પરથીજી સોનાજી ઠાકોર વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪ (બી) અને ૫૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.