ડીસા પંથકમાં ‘હિટવેવ’ ની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકડાઉન વચ્ચે હવામાન વિભાગ દ્વારા ડીસા પંથકમાં આગામી ચારેક દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી સાવચેત રહેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં આગામી ૧૯ મે થી ૨૧ મે દરમિયાન ગરમીનો પારો વધવાની આગાહી હવામાંન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો એ જણાવ્યું હતું કે હિટવેવ દરમિયાન લોકોએ ઘરની બહાર ન નીકળવા ઉપરાંત સાવચેતી રાખવાની પણ તાકીદ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.