આજથી પાલનપુર સહીત ઉ.ગુ.ના ૩૦૦થી વધુ ગામ અને ૯ શહેરોમાં પાણી કાપનો નિર્ણય

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોનાના કહેર વચ્ચે હવે આજથી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાને ધરોઇ ડેમનું પાણી નહિ મળે. ધરોઇ ખાતે યુજીવીસીએલનું ચોમાસા પહેલા વાયર રીપેરીંગ સહિતની કામગીરી ચાલુ છે. જેને લઇ ધરોઇ ડેમનું પાણી ફિલ્ટર નહી થવાને કારણે આવતીકાલે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાના ૩૮૫ ગામ ૧૬૯ પરા વિસ્તાર અને ૯ શહેરોને પાણી નહિ મળે તેમ સુત્રોએ જણાવ્યુ છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં આજથી ધરોઇ ડેમનું પાણી મળશે નથી. આવતીકાલે ધરોઇમાં યુજીવીસીએલની વીજ રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી પાણી નહિ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર સહીતના ૫૭૨ ગામો અને ૯ શહેરોને એક દિવસ પાણી નહિ મળે. જોકે બીજા દિવસથી કામગીરી પુર્ણ થયે રાબેતા મુજબ પાણી છોડવામાં આવશે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજથી ધરોઇમાં વીજ કામગીરી કરવાની હોવાથી ત્રણ જીલ્લાના ૩૮૫ ગામ ૧૬૯ પરા વિસ્તાર અને ૯ શહેરોને પાણી નહિ મળે. ધરોઇ ડેમનું પાણી ફિલ્ટર ન થવાના કારણે ધરોઇમાંથી પાણી પુરવઠા મેળવતા ત્રણ જીલ્લાના મહેસાણા, પાટણ, પાલનપુર સહીતના ૫૭૨ ગામો અને ૯શહેરોને એક દિવસ પાણી નહિ મળે. જોકે બીજા દિવસથી પાણીનું વિતરણ યથાવત રહેશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.