ડીસામાં વધુ ૪ પોઝિટિવ કેસ આવતા ચેપગ્રસ્તોની સંખ્યા ૧૪ થઈ
આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી
રખેવાળ ન્યુઝ ડીસા
ગુજરાત રાજ્યની પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ વણસી રહી છે તેમાંય બનાસકાંઠાના ડીસામાં ટૂંકાગાળામાં કોરોના વાયરસના કેસ વધી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રવિવારે ડીસામાં કોરોનાના વધુ ૪ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ૨ ગ્રામ્ય તો ૨ શહેરી વિસ્તારના નોંધાયા છે. અન્ય જિલ્લાઓમાંથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીના સગાઓ પણ હવે કોરોનાથી સંક્રમીત થયા છે. નવા કેસ સાથે ડીસામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યાં ૧૪એ પહોંચી જવા પામી છે.
ડીસામાં લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન બહારથી આવેલા લોકોના કારણે ચેપ ફેલાયો છે.જેમાં રવિવારે ડીસામાં આવેલા કેસોમાં ડીસાના શમશેરપુરાના ગામનારમાભાઈ મશરૂભાઈ સોબડ, ડીસાની ગ્રીનપાર્ક સોસાયટીના રમેશભાઈ બાબુલાલ દોશી,
જુનાડીસાના સરયુનગર વિસ્તારના સુરેશભાઈ અશોકભાઈ માળી તેમજ ડીસાની સંભવનગર સોસાયટીના લક્ષ્મણભાઇ વિરાજી પઢીયારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના ધીમી ગતિએ ડીસા શહેરને અજગરી ભરડો લઈ રહ્યો હોઇ સમગ્ર ડીસા તાલુકા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ડીસામાં રવિવારે વધુ ચાર કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર પણ મચી દોડધામ મચી જવા પામી હતી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરોના સંક્રમણથી બચાવવા શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશભાઈ અશોકભાઈ માળી ઉ વ ૩૮ રહે. સરયુનગર ફાર્મ હાઉસ જુનાડીસા થોડા દિવસ અગાઉ રસાણા પાલનપુર હાઈવે ખાતે થયેલ અકસ્માતમાં કોરોના પોઝિટિવ આવેલ દર્દી તેમના સગા થતા હોઈ તેમના સંપર્કમાં આવેલ હતા જેથી તેઓ હોમ કોરોન્ટાઇન હતા. તેમનું સેમ્પલ લેતા તારીખ ૧૦/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના પોઝિટિવ આવેલ છે. જ્યારે રમણભાઈ મશરૂભાઈ સોબડ (રબારી) ઉ વ ૫૨ રહ.ે સમસેરપુરાના ખભાના પાછળના ભાગમાં ગાંઠ હોવાથી એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર માટે ગયેલ તેમને ગળામાં ખારાશ જેવું લાગતું હોવાથી ત્યાંના ડોક્ટર દ્વારા કોરોના રિપોર્ટ કરાવવા માટે કહેલ અને તેમનું સેમ્પલ લેવામાં આવેલ. જેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.