ડીસાના ધાડા ગામમાં પરણિત મહિલાનું અપમૃત્યુ : પિયર પક્ષ દ્વારા સાસરીયા સામે હત્યાનો આક્ષેપ
ડીસા તાલુકાના ઘાડા ગામમાં પરણિત મહીલા પીન્કીબેન દિનેશભાઈ ઘાડીયાનું અચાનક મૃત્યુ નિપજતાં અરેરાટી મચી જવા પામી છે મૃતક મહીલાના પિયર પક્ષ દ્વારા તેણીના સાસરીયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અમારી દીકરીના પાંચ વર્ષ પહેલાં દિનેશભાઈ ઘાડીયા સાથે સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કરેલા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમારી દિકરીને સાસરીયા દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી મૃતક પિન્કીબેનના માતા પિતાએ પણ તેમની દીકરીએ આપઘાત નહીં પણ તેની સાસરિયા દ્વારા હત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો મીડિયા સામે કર્યા હતા. મૃતક પિન્કીબેને લગ્ન જીવન દરમિયાન એક માસૂમ પુત્રી ને પણ જન્મ આપેલ જે આજે માતાનું શિરછત્ર ગુમાવી ચુકી છે વધુમાં આ મામલે મૃતક પિન્કીબેનના પિતા મોગજીભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અમારી દિકરી લગ્નજીવનના ઝગડા કંકાસથી પરેશાન થઇને અમોને જાણ કરતી હતી અને બાદમાં અચાનક મૃત્યુ પામેલ છે જેથી તેણીને મારી નાખી હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. બાદમાં તેણીની લાશને પી.અેમ.અર્થે ડીસા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે મૃતકના પરીવારજનોએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના અકાળે મોતને લઈ ગામમાં અરેરાટી સાથે અવનવા તર્ક વિતર્કો વહેતા થવા પામ્યા છે.
Tags Banaskantha Crime Deesa Gujarat Rakhewal