થરાદના અરંટવાની સીમમાંથી ડેડલાઇનના વિજવાયર ચોર ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના અરંટવા ગામની સીમમાં અરંટવાથી રાહ સુધી વિજકંપનીની ડેડલાઇન આવેલી છે. જેમાં અરંટવાની હદમાં કોચલા પાસે આવેલા ખેતરમાંથી અજાણ્યા શખસોએ ૪૫૦ મીટર એલ્યુમિલીયમના વાયરની ચોરી કરી હતી. તેમજ ગત તા.૧૬/૧૦/૨૦૨૦ના રાત્રિના સમયે અરંટવા ગામના ખેતરમાંથી પસાર થતી વિજલાઇનમાંથી આશરે ૧૦૫૦ મીટર લંબાઇના તથા તા.૧૯/૧૦/૨૦૨૦ના રોજ રાત્રિના સમયે આશરે ૧૦૦૦ મીટર લંબાઇના અને થરાદના મોરથલ ગામની ગૌચરમાં આવેલ વિજપુરવઠાની વિજલાઇનમાંથી ૧૫૦૦ મીટર વિજવાયર અને વિજમટીરીયલ્સની ચોરી થવા પામી હતી.
આ અંગે પી.આઇ. જેબીચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ પોલીસે અજાણ્યા શખસો સામે ધાનેરા સબડિવિઝન-૧માંથી ૨૫૦૦ મીટર કિંમત રૂપીયા ૭૭૫૦૦ તથા ધાનેરા ૨માંથી ૧૫૦૦ મીટર ચોરીની ફરિયાદ અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આથી પુજા યાદવ (એ.એસ.પી થરાદ)ના માર્ગદર્શન હેઠળ હસમુખભાઇ જાેધાભાઇ, સરદારસિહ ગણેશજી, માનસેગભાઇ ચનાભાઇ, નરસિહભાઇ શંકરભાઇ, ત્રિકમભાઇ લક્ષ્મણભાઇ, નૈપાલસિહ તનુંસિહ વિગેરે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હસમુખભાઇને અરંટવા ગામની સીમમાંથી વીજવાયરની ચોરી કરેલ શખસો રાહ ગામમાં આવનાર હોવાની ખાનગી બાતમી મળી હતી.આથી પોલીસે તેમનું વર્ણન મેળવી રાહ ગામે વોચ ગોઠવી હતી. તેઓની યુક્તિ પ્રયુક્તિપુર્વક પુછપરછ કરતાં તેમણે અરંટવા ગામની સીમમાંથી પસાર થતી વીજ પુરવઠાની ડેડ વીજ લાઇનના વીજવાયરોની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે પ્રકાશભાઇ રમેશભાઇ ઠાકોર રહે.દેતાલ ડુવા તા.લાખણી તથા લેબાભાઇ કુરશીભાઇ ઠાકોર રહે.આશીયા તા.ધાનેરા અને દિનેશભાઇ બાબુભાઇ ઠાકોર રહે.વળાદર તા.થરાદ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તેમના રહેણાંક ઘરેથી કબજે લઇ મુદામાલ સાથે તેઓને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પુછપરછ કરી હતી. દરમ્યાન તેમણે આગથળા પોલીસમથકમાં નોંધાયેલા ગુના મુજબ લાખણી તાલુકાના કોટડા ગામના ખેમાભાઇ રણછોડભાઇ પટેલના રાજેશ્વરી સબમર્શીબલ પંપની દુકાનમાંથી ગત ૨૧/૧૧/૨૦૨૦ની રાત્રિના સુમારે ૩૫૦ મીટર કોપર વાયર કિંમત રૂપીયા ૭૦ હજારની ચોરી કરેલ હોવાની પણ કબુલાત કરેલ છે. આમ, થરાદ પોલીસને બંને ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.