અમીરગઢમાં દે ધનાધન પાંચ ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢમાં એક જ રાતમાં ૫ ઈંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઇ જવા પામ્યા હતા.આ સિવાય અમીરગઢથી હાઇવે જવા માટે એક જ માર્ગ આવેલો છે જે અમીરગઢ રેલ્વે અંડરબ્રિજ નીચેથી પસાર થાય છે,પરંતુ બ્રિજ બન્યો છે ત્યારથી આજદિન સુધી આજ હાલત જાેવા મળી રહી છે.જેમા વરસાદમા તો આ બ્રિજ સ્વિમિંગપુલમાં ફેરવાઈ જાય છે.પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી.વર્તમાન સમયમા પ્રજાની સવલત માટે બનાવવામા આવેલુ નાળું જ પ્રજાને અગવડતાઓ ઊભી કરી રહ્યું છે.જેમા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.આમ અમીરગઢ બે ભાગમાં હોવાથી બંને ભાગને ચીજવસ્તુઓની આપ-લે માટે અવરજવર કરવી પડે છે,ત્યારે હાઇવે સાઈડના ગામોને આવાગમન આ સમયે ઠપ થઈ ગયું છે.આમ સરકારી ઓફિસ,સ્કૂલ, કોલેજ, આઇ.ટી આઇ,  હોસ્પિટલ ગામની અંદરના ભાગમાં આવેલ હોવાથી બાળકોને,સરકારી કર્મચારીઓને દર્દીઓને ગામમાં આવવા માટે પુલની એક સાઈડ વાહનો ઊભા કરી જીવના જાેખમે રેલ્વે પાટા ઓળંગીને આવવુ પડી રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.