દાંતીવાડા પોલીસે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી,એક ઝડપાયો ત્રણ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા ત્રણ રસ્તા ઉપર પોલીસે પાંથાવાડા તરફથી આવતી ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાડી દીધી હતી જેથી પોલીસે પીછો આખરે ૨૨ કી. મી. દૂર પાલનપુર પાસેથી ગાડી સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર દાંતીવાડા પોલીસ સ્ટેશન આગળ સવારના સાત વાગ્યાના સમયે વાહન ચેકિંગ કરતા સમયે રાજસ્થાન તરફથી આવતી મારુતિ ડિઝાયર ( નં.આર.જે. ૧૪ સી.કે.૪૦૨૧) ગાડીને રોકવાની કોશિશ કરેલ પણ ગાડી ચાલકે બેફામ ગાડી ભગાડી દીધી હતી. જો કે પી. આઈ. એ. આર. ચૌધરીએ પળનોય વિલંબ કર્યા વિના પોલીસ જવાનોની સાથે ગાડીનો પીછો કર્યો હતો અને પાલનપુરના ચડોતર ગામ પાસે ગાડી સાથે અશોકકુમાર સાવળારામ વિશ્ર્નોઈ ( રહે. વાડા ભાડવી ) ને ઝડપી પાડી ગાડી અંદર દારૂનો જથ્થો હોવાનું જણાતા તેની અટક કરી ગાડી સાથે રૂ. ૧,૮૫,૫૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી ફરાર ત્રણ આરોપી સુરેશભાઈ રત્નભાઈ વિશ્ર્નોઈ, સુરેશભાઈ લઘુભાઈ વિશ્ર્નોઈ અને પ્રકાશભાઈ રત્નારામને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.