દાંતીવાડાઃ અંગતના ત્રાસથી યુવાને ૨૦૦ ફૂટનાં કુવામાં ઝંપલાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, દાંતીવાડા

કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆતમાં જ બનાસકાંઠામાં આપઘાતની ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના ગામે પત્નિ, સાસુ અને સાળાના ત્રાસથી આશાસ્પદ યુવાને આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં તેને પોતાના સસરાના જ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામે યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. લાખણી તાલુકાના ધૂણસોલ ગામના મફાભાઇ હરકનજી રબારી(ઉ.વ.૩૫)ના લગ્ન ગાંગુવાડા ગામે થયા હતા. યુવકે પત્નિ,સાસુ અને સાળાના ત્રાસથી પોતાની સાસરી ગાંગુવાડામાં આજે સવારે પોતાના જ સસરાના ૨૦૦ ફૂટનાં કુવામાં ઝંપલાવ્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ થયા છે.

મૃતકના પરિવારજને પાંથાવાડા પોલીસ મથકે પાંચ લોકોના નામજોગ ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓ યેનકેન પ્રકારે મૃતકને ત્રાસ આપતા હોવાનું લખાવ્યુ છે. આ સાથે મૃતકના લગ્ન વખતે પત્નિને આપેલ દરદાગીના અને મૃતકના લીધેલ રોકડ રૂપિયા ત્રણ લાખ પરત ન આપવા પડે તે માટે ત્રાસ આપતા હતા. સમગ્ર મામલે પાંથાવાડા પોલીસે આઇપીસીની કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

                      આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • લેરીબેન મફાભાઇ હરકનજી રબારી(મૃતકના પત્નિ)
  • સમદાબેન રૂપાજી રબારી(મૃતકના સાસુ)
  • દેવાજી રૂપાજી રબારી
  • વસનાજી રૂપાજી રબારી
  • ખેમાજી રૂપાજી રબારી, ત્રણેય મૃતકના સાળા

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.