દાંતીવાડા ડેમ ચાલુ વરસાદની સિઝનમાં પ્રથમવાર 75% ડેમ ભરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા જળાશયમાં પ્રથમવાર 75% સુધી પાણી ભરાઈ જતા ડેમમાં પાણી વધે તો બનાસ નદીમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે ત્યારે બનાસકાંઠામાં દાંતીવાડા નજીકના નિચાણવાળા નીચાણ વાળા નાંદોત્રા બ્રાહ્મણવાસ, નાંદોત્રા ઠાકોરવાસ, સિકરિયા, ભદથ, મોરથલ ગોળીયા, ચંદાજી ગોળીયા અને રાણપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.બીજી બાજુ આપત્તિ વ્યવસ્થાપન પાટણ દ્વારા સરસ્વતી, હારીજ ,સમી ,રાધનપુર અને સાંતલપુર તાલુકાના મામલતદાર ટીડીઓને નદીકાંઠાના ગામો માં આશ્રય સ્થાનો ની ચકાસણી કરવા માટે સુચના આપવામાં આવી છે.

દાંતીવાડા જળાશયમાં 75% સુધી પાણી ભરાઈ ગયું છે હાલમાં પણ પાણીની આવક ચાલુ છે ત્યારે ડેમમાં પાણીનું સ્તર વધે તો બનાસ નદીમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે ત્યારે પાટણ જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી કાંઠાના વિસ્તારના ગામોમાં આ બાબતની જાણ કરી ત્યાંના આશ્રય સ્થાનોની ચકાસણી કરી તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે.

કે કેમ તેની ખાતરી કરી લેવા માટે અને સ્થાનિક કર્મચારીઓ અને આગેવાનોને જળાશયમાં પાણીની સ્થિતિ અંગે માહિતગાર કરવા તેમજ નદીકાંઠાના તમામ ગામોના સરકારી કર્મચારીઓના મોબાઈલ નંબરની યાદી તૈયાર કરી રાખવા માટે આપત્તિ વ્યવસ્થા પણ કચેરી પાટણ ના મામલતદાર દ્વારા સરસ્વતી હારીજ સમી રાધનપુર અને સાંતલપુર તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી છે.આ અંગે જો 1 ઓગ્સ્ટ સુધીમાં ડેમમાં 2.79 ફૂટ પાણીની સપાટી વધે તો ડેમના દરવાજા ખોલવામાં આવસે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.