થરાદ તાલુકાના ગામડાઓમાં બાજરીના કાપણી કરેલા પાકમાં નુકસાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણનો માહોલ છવાયો હતો. જેના બાદ તાલુકાના દિદરડા, દાંતિયા, વેદલા, પઠામડા, પડાદર સહિત ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. છેલ્લા 15 દિવસથી વરસાદી વિરામ લીધો હતો. ત્યાર બાદ બફારાને કારણે લોકો ત્રસ્ત હતાં. જ્યારે ખેડૂતોએ કાપણી કરેલ બાજરીના પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યાં હતાં.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને બફારા બાદ થરાદ અને આજુબાજુના વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ ની શરૂઆત થઈ હતી. વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોએ આંસિક રાહત મળી હતી.
બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોના મૂર્ઝાતા પાકોને જીવનદાન મળ્યું હતું. હજુ પણ ખેડૂતો વધુ વરસાદની આશ કરી બેઠા છે. કારણ કે ચોમાસુ સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદ જોતા પ્રમાણમાં વર્ષો નથી. થરાદ તાલુકાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ ચોમાસામાં વાવણી કરેલા બાજરીના પાકની કાપણી કરી રહ્યા છે. ત્યારે પવન સાથે આવેલ વરસાદને પગલે કાપણી કરેલ પાકમાં નુકસાનની ભિતી સેવાઇ રહી છે. જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યાં હતાં.