દાંતામાં કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન
હવામાન વિભાગની આગાહી જે ચાર દિવસની કરવામાં આવી હતી : ત્યારે ગઈકાલે દાંતા તાલુકામાં અનેકો વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇને દાંતાના અનેકો જગ્યાએ ખેડૂતોના પાકને પણ નુકસાન સર્જાયું છે. દાંતા અને અંબાજી પંથકમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો. જેને લઈને દાંતા તાલુકાના અનેકો ખેડૂત સરકારથી સહાયની અપેક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે બપોર બાદ એકાએક બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા એકાએક વરસાદ વરસ્યો હતો. ત્યારે અંબાજી અને દાંતાના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસ્યા હતા. જેને લઈને ખેડૂતો ના પાકને નુકસાન થયું છે.
હાલમાં ખેડૂતોના ઉભા પાક બાજરી મગફળી અને મકાઈને નુકસાન થયું હતું. તેના ઉભા પાક આડા પડી ગયા હતા. વર્ષ દરમિયાન અનેકવાર કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારી નુકસાન સર્જાયું હતું. ત્યારે ફરી એકવાર ખેડૂતોને ભારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતોના ઉભા પાકને કમોસમી વરસાદના લીધે જે નુકસાન સર્જાયું છે. જેને લઇને ખેડૂતો સરકારથી સહાયની અપેક્ષા કરી રહ્યા છે. તો સાથે સાથે સરકાર સમક્ષ વળતરની માંગણી પણ કરી રહ્યા છે.
Tags Ambaji Banaskantha Gujarat Rakhewal