રખેવાળનો પડઘો: બીમારીનું કેન્દ્ર બનેલા કલેકટર કચેરીના ફુવારાની સફાઈ કરાઈ
પાલનપુરના કલેકટર કચેરી સામે આવેલ બગીચાના ફુવારામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા ગંદકી ફેલાઈ હતી. જેથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી હોવાનો અહેવાલ ગતરોજ “રખેવાળ” એ પ્રસિદ્ધ કર્યો હતો. જેનો પડઘો પડતા તંત્ર દ્વારા તાત્કાલિક તેની સફાઈ કરાઈ હતી.
પાલનપુરમાં તંત્રના નાક નીચે જ સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું થયેલું જોવા મળ્યું હતું. પાલનપુર ની કલેકટર કચેરીમાં આવેલ બગીચો જ રોગચાળાનું કેન્દ્ર બન્યો હોવાનો સત્ય સભર અહેવાલ રખેવાળ દૈનિકે પ્રસિદ્ધ કર્યો હતો. જેને પગલે કુંભકર્ણ ની ગાઢ નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગ્યું હતું અને સત્વરે ફુવારામાં રહેલ વરસાદી ગંદા પાણી સહિતની ગંદકી દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. જેને લઈને સવારે મોર્નિંગ વોક અને યોગા-વ્યાયામ કરવા આવતા સિનિયર સિટીઝનો એ રખેવાળનો આભાર વ્યક્ત કર્યો હતો.