ફુલો ની ખેતી : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા
નવરાત્રી ના પર્વ ને લઇ ફુલહાર ની માંગ જોવા મળી રહી છે,માંગ વધી પડતા ગુલાબ અને ગલગોટાના ભાવ માં વધારો થયો
નવરાત્રી ને લઇ ફૂલોના ઠેરઠેર હંગામી ધોરણે સ્ટોલ બનાવવામાં આવ્યા: નવરાત્રી મહોત્સવ નિમિત્તે જીલ્લાભર માં ફુલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જમો ખાસ કરીને દુર્ગાષ્ઠમી એટલે કે પલ્લીઆઠમ ને લઇ ફૂલહારોની વિશેષ માં જોવા મળશે ત્યારે ડીસા તથા જીલ્લા માં માં ફૂલ બજારમાં ગુલાબ અને ગલગોટા સહિત સફેદ ફૂલની બજાર માં માંગ જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં 10 થી 15 રૂપિયા વેચાતો ફુલહાર નવરાત્રીના સમય દરમિયાન 25 થી 30 રૂપિયા સુધી વેચાય છે
બનાસકાંઠા જિલ્લામાં ફુલો ના વેપારીઓ અમદાવાદના જમાલપુર વિસ્તારના ફુલ માર્કેટ અને સ્થાનિક ખેતરોમાંથી હોલસેલમાં મંગાવી રહ્યા છે પરંતુ નવરાત્રી ચાલતી હોવાથી ફૂલ તેમજ ફૂલનાહાર ની માંગ વધુ જોવા મળી રહી છે જેના કારણે પણ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આઠમ ના દિવસ ને લઇ માતાજીની પૂજાવિધી અને શણગાર માટે ફૂલોનો વધુ ઉપયોગ થતો હોય છે જેથી નવરાત્રી દરમિયાન ફૂલોની મોટી માંગ ઊભી થઈ છે
આગામી સમયમાં પણ ફૂલોના ભાવો જળવાઈ રહેવાની શક્યતા: આ બાબતે કેટલાક ફૂલોના વેપારીઓએ કહ્યું હતું કે કે નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના સાથે હવન તેમજ પલ્લી ભરાતી હોઇ ફૂલોના હાર તેમજ ફૂલોની માંગ વધી પડે છે. તેથી અન્ય બજારની જેમ મંદીમાં સપડાયેલ ફૂલ બજાર હાલમાં કળીની જેમ ખીલી ઉઠ્યું છે. માંગ વધી પડતા ફૂલોના ઠેરઠેર વૈકલ્પિક સ્ટોલ પણ શરૂ થયા છે.વધુમાં ફૂલોની આ માંગ આગામી દિવાળીના સપરમાં તહેવારો સુધી જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરો અને મઢ ને ફૂલોથી શણગારવામાં આવે છે: આ અંગે માતાજીના ઉપાસકો એ કહ્યું હતું કે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીના મંદિરો સહિત તેના મઢો ને શણગારવા માટે ફૂલોની ખૂબ જ જરૂર પડતી હોય છે જેથી આજ સમય દરમિયાન ફુલ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ખેડૂતો પણ ફૂલોની ખેતી કરવા લાગ્યા છે: બનાસકાંઠા જિલ્લામાં અન્ય પાકોની સાથે ફૂલોની ખેતી પણ થવા લાગી છે જેમાં ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ફૂલોની વિશેષ માંગ રહેતી હોય છે જેના કારણે આ સમય દરમિયાન ખેડૂતો માર્કેટમાં ફૂલ આવે તે રીતે તેનું અગાઉથી વાવેતર કરી સારા ભાવ મેળવતા હોય છે.