ખેતીવાડી : બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સિઝન નું 306241 હેક્ટરમાં વાવેતર થયું

બનાસકાંઠા
બનાસકાંઠા

બાજરી મગફળી ઘાસચારો શાકભાજી સહિત તડબુચ અને શકકરટેટી નુ વાવેતર

ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન નુ સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર

ઉનાળુ સિઝન નું સૌથી વધુ ડીસા તાલુકામાં વાવેતર: ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી સૌથી વધુ ઉનાળુ સીઝનનુ  હેક્ટર માં વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ઉનાળા ની તીવ્ર ગરમી વચ્ચે પણ ગત વર્ષ કરતા આ વર્ષે વાવેતરમાં વધારો થયો છે બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 293350 હેકટરમાં વાવેતર થયું હતું જેની સામે આ વર્ષે 306241 હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે એટલે કે ગત વર્ષ કરતા વાવેતર વધ્યું છે ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં મોટેભાગે બાજરીના પાક વાવેતર થતું હોય છે પરંતુ તેની સાથે મગફળી ઘાસચારો શાકભાજી ઉપરાંત બાગાયતી પાકો જેવા કે શકરટેટી અને તરબૂચનું વાવેતર થયું છે જિલ્લામાં મોટાભાગની ખેતી સિંચાઈ આધારિત હોવાથી ૧૪ તાલુકાઓ માંથી ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર થતું હોય છે જિલ્લાના પાણિયાળ વિસ્તાર તરીકે ગણાતા ડીસા તાલુકામાં 58573 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે.

ઉનાળુ સીઝન માં થયેલ કુલ વાવેતર

બાજરી        169350

મકાઇ                615

મગ                   312

અડદ.                22

મગફળી            28974

તલ                       09

શાકભાજી            5691

ધાસચારો          96047

ગવાર.                  56

તડબુચ                 2067

ટેટી                      3098

ઉનાળા માં સૌથી વધુ બાજરી ના પાક નું વાવેતર: બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથે પશુપાલન નો પૂરક ધંધો હોવાથી ઘાસચારા અને બાજરી નું વાવેતર સૌથી વધુ રહેલું છે બાજરી નું વાવેતર પશુપાલન ના ધંધા માટે ખુબ ઉપયોગી છે જેના કારણે ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થવા પામ્યું છે.

જિલ્લામાં સૌથી ઓછું વાવેતર સુઇગામ તાલુકા માં થયું: ઉનાળાની સિઝનમાં પાણીની અછત જોવા મળતી હોય છે તેની અસર વાવેતર પણ થાય હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર ગણાતા સુઈગામ તાલુકામાં સૌથી ઓછું  2654 હેકટરમાં વાવેતર થયું છે જ્યારે સૌથી વધુ ડીસા તાલુકામાં વાવેતર થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.