દાંતીવાડા ડેમ એક દરવાજો ખોલાતા જોવા માટે લોકોની ભીડ ઉમટી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2015 અને 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પાંચ વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવકને ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે. ડેમનો એક દરવાજા ખોલતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની પડતા બનાસ નદી ગાડીતૂર બની હતી, રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતા દાંતીવાડા ડેમનું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે દાંતીવાડા ડેમનું લેવલ 600 ફૂટે પહોંચતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.