ડીસા શહેરના મુખ્ય હાઇવે ઉપર ખાનગી વાહનોનો જમાવડો : ખુલ્લેઆમ પાર્કિંગ, અકસ્માત સર્જાવવાની દહેશત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગાયત્રી મંદિર થી રાજમંદિર સુધી હાઇવેની બંને સાઈડો પર વાહનો નું ખુલ્લેઆમ પાર્કિંગ

શહેરમાં સામાન્ય બાઈક ને ટોઇન કરવામાં આવે છે ત્યારે હાઇવે ઉપર મોટા વાહનોને ખુલ્લો દોર: હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ડીસા હાઈવે ઉપર આવેલા ગાયત્રી મંદિર સર્કલ થી રાજમંદિર સર્કલ સુધી મુખ્ય હાઇવે ઉપર ખાનગી વાહનો આડેધડ પાર્કિંગ થયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મુખ્ય હાઇવે પર અકસ્માત ની દહેશત જોવા મળી રહી છે. હાઇવે પર અનેક દવાખાનાઓ આવેલા છે અને દવાખાને આવતા દર્દીઓ અને સગા વાલાઓ તથા શહેરમાં આવતા અન્ય લોકો હાઇવે ઉપર જ વાહન પાર્કિંગ કરી જતા હોય છે જેના કારણે હાઇવે ની બંને સાઈડ ઉપર ખાનગી વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

એક બાજુ ડોક્ટર હાઉસમાં પાર્કિંગની સુવિધાઓ ના હોવાથી વાહન ચાલકો ખુલ્લેઆમ હાઈવે ઉપર પાર્કિંગ કરી જતા હોય છે જેના કારણે કોઈક મોટા અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે પોલીસ વિભાગ અને હાઇવે ઓથોરિટી પણ ઘોર નિંદ્રામાં હોય તે રીતે વાહન ચાલકોને છૂટો દોર મળી જતા રસ્તા ઉપર જ વાહન પાર્કિંગ કરી જતા હોય છે શહેરમાં એક બાજુ સામાન્ય બાઇક ચાલક રસ્તા ઉપર મૂકી જાય તો તરત જ ટ્રોઈંગ કરી દંડ વસૂલવામાં આવે છે પરંતુ હાઇવે ઉપર ખાનગી વાહન ચાલકોને છૂટો દોર મળી જતા ખાનગી વાહન તાલુકો રસ્તા પર વાહન પાર્કિંગ કરી જતા રહે છે.

હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા ગાયત્રી મંદિર સહિત અનેક વિસ્તારોમાં વાહન પાર્કિંગ માટેની પણ સુવિધા કરી  છે ત્યાં સટલીયા વાહન ચાલકો એ અડ્ડો જમાવી લીધો છે ત્યારે કામ અર્થે આવતા વાહન ચાલકો પોતાનું વાહનોને હાઇવે ઉપર જ મૂકીને જતા રહે છે જેથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી છે.

હાઇવે ઉપર કોઈ મોટા અકસ્માત બાદ તંત્ર દોડતું થશે?: આ અંગે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આપણા દેશમાં કોઈ ઘટના બને ત્યારબાદ તંત્રની આંખ ખુલતી હોય છે તેજ રીતે ડીસા હાઈવે ઉપર સાઈડોમાં મુકાતા ખાનગી વાહનો ના કારણે કોઈ મોટો અકસ્માત તંત્ર દોડતું થશે અને ત્યારબાદ જ કાર્યવાહી થશે કે શું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.