ડીસામાં રામોત્સવ નિમિતે લાખો રૂપિયાના ફટાકડા ફૂટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર દેશભરમાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ દરેક નગરવાસીએ દિવાળીની જેમ આ મહોત્સવને પણ ઉજવ્યો છે અને દિવાળી કરતાં પણ વધુ રૂપિયાના ફટાકડાની આતશબાજી કરી હતી.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રામોત્સવની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજતા સમગ્ર જિલ્લો રામમય બની ગયો છે અને ડીસા સહિત તાલુકામાં પણ એક એક ગામડે એક એક ઘરે ભગવાન શ્રીરામ મહોત્સવને લોકોએ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે.


ડીસામાં પણ આજે દિવસભર અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ સાંજ પડતા જ આતશબાજી શરૂ થઈ ગઈ હતી અને દિવાળી કરતાં પણ વધુ ફટાકડા લોકોએ ફોડ્યા હતા. જેમાં સાઈબાબા મંદિર આગળ અંદાજિત પાંચ લાખથી પણ વધુ રૂપિયાના ફટાકડાની એક સાથે આતશબાજી કરી અલગ અલગ કલરના ફટાકડા ફોડતા આકાશ પણ રંગે બેરંગી કલરફૂલ બની ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.