દાંતામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં બધી જગ્યાએ મેઘરાજાની મેઘમહેર ચાલુ છે. ત્યારે દાંતા પંથકમાં આજે અચાનક આભ ફાટ્યું છે. અહી માત્ર  ચાર જ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. જો કે, ભારે વરસાદ પડતા સમગ્ર દાંતા વરસાદી  પાણીનાં સકંજામાં ફસાઈ ગયું છે. અહી ભારે વરસાદને કારણે કીડી મકોડી, અર્જુન નદી સહિતના પાણી અનેક ગામમાં ઘુસી ગયા હતા.

આપને જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દાંતા તાલુકાની નદીઓમાં નવા નીર આવ્યા છે. જો કે, નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે દાંતા ખાતે આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા દર્દીઓ તેમજ અન્ય લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.