પાલનપુરમાં નંબર પ્લેટ વગર ના બાઇકો સામે તવાઈ: શહેર પશ્ચિમ પોલીસે નંબર પ્લેટ વગરના 25 બાઈકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે નંબર પ્લેટ વગરના બાઈકો સામે તવાઈ હાથ ધરી છે. પોલીસે નંબર પ્લેટ વગરની 25 જેટલી બાઇકો ડિટેન કરી છે.
પાલનપુર શહેરમાં નંબર પ્લેટ વગર ની બાઈકો બે રોકટોક ફરતી જોવા મળતી હતી. જે આધારે પશ્ચિમ પોલીસે ઝુંબેશ હાથ ધરતા પશ્ચિમ ના વિવિધ વિસ્તારમાંથી નંબર પ્લેટ વગર બાઇકોને ડિટેઇન કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર શહેરમાં વગર નંબરે પલેટ વાળા બાઈકો પર આજે પશ્ચિમ પોલીસના પી.આઇ ધવલ પટેલે તવાઈ બોલાવી છે. જિલ્લા પોલીસવાડા અક્ષય રાજ મકવાણા તેમજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઇ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ નવો અભિગમ અપનાવ્યો છે. વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈકો ચલાવતા બાઈક ચાલકો પાસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં પાલનપુર પશ્ચિમ વિસ્તારમાં આવતા વિવિધ વિસ્તારોમાંથી પોલીસે કુલ 25 જેટલી બાઈકો નંબર પ્લેટ વગરની ઝડપી પાડી હતી અને ડિટેન કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઇ ધવલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા ની સૂચના મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ જગ્યાએ પોલીસ કર્મચારી જે પણ નંબર પ્લેટ વગર ની બાઈકો હશે તેના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. જે ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે.
Tags Banaskantha Deesa Dhanera Palanpur