થરામાંથી કોરોના ટેસ્ટ કીટ કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લાના થરામાં કોરોના ટેસ્ટ કીટ કૌભાંડ સામે આવ્યું છે. સરકારી કીટ ખાનગી લેબમાંથી ઝડપાતા ચોંકી ઉઠેલા આરોગ્ય વિભાગે એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના થરામાં આવેલી ગરુકૃપા પેથોલોજી લેબોરેટરીમાંથી સરકારી ક્વોટાની કોરોનાની રેપીડ એન્ટીજનની ૨૫ ટેસ્ટ કીટ ઝડપાઇ છે. આરોગ્ય વિભાગની રેડ દરમિયાન ઝડપાયેલી આ સરકારી કિટો થરાના આયુષ મેડિકલ ઓફિસર ડો. તુષાર પટેલે આપી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનું ડો. મનીષ ફેન્સી જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તબીબને નોટીસ આપી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરાશે. જયારે ખાનગી લેબના સંચાલક રઘુનાથસિંહ રાઠોડ સામે એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.