બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ, નવા ૨૯ પોઝિટિવ કેસ નોધાયા.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનું લોકલ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં આજે બપોરના સમયે એકસાથે ૨૯ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આજે સૌથી વધુ વાવ અને થરાદમાં ૭-૭ કેસ નોંધાતાં અનલોકમાં મળેલી છૂટ ભયજનક સાબિત થઇ રહી છે. આજે જીલ્લામાં નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આરોગ્ય તંત્ર દ્રારા કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે બપોરના સમયે એકસાથે ૨૯ કેસ આવતાં જીલ્લાનો કુલ આંક ૭૦૦ને પાર પહોંચી ચુક્યો છે. આજે ભાભરમાં ૧ મહિલા અને ૨ પુરૂષ, દિયોદરમાં ૧ મહિલા ૨ પુરૂષ, વાવમાં ૪ પુરૂષ અને ૧ મહિલા, થરાદમાં ૪ મહિલા ૨ પુરૂષ, કાંકરેજમાં ૨ પુરૂષ અને સુઇગામમાં ૧ પુરૂષ મળી નવા ૨૯ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં નોંધાયેલા કેસોનો આંકડો જોતાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર ગયુ હોવાનું લોકો માની રહ્યા છે.