કોરોના એ લોહીના સંબંધ લજવ્યા, પરિવારે મોં ફેરવી લેતા આરોગ્ય તંત્ર દ્વારા અંતિમવિધિ
આરોગ્ય વિભાગની ટિમ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની
વિશ્વવ્યાપી કોરોના મહામારીને લઈ સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે જેથી કોરોના બીમારીનો ડર જન માનસમાં ઘર કરી ગયો છે તેથી પરિવારજનો એક બીજાથી દુર થઇ રહ્યા છે ત્યારે આવા કપરા સમયે લોહીના સંબંધને પણ લજવતો બનાવ સામે આવ્યો છે જેમાં ડીસા તાલુકાના સદરપૂર ગામે રહેતા શંકરભાઇ હીરાભાઈ પરમાર (ઉંમર વર્ષ ૬૫ ) નું ગત શુક્રવારે શ્વાસ, ડાયાબીટીસ અને કોરોનાના કારણે મોત નીપજ્યું હતું સરકારની ગાઈડલાઈન પ્રમાણે મરનારના પરિવારના ચાર માણસો સાથે રાખી અંતિમવિધિ પૂર્ણ કરવા જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના આધારે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હરીયાણી અને તેમની ટીમે પાલનપુર ખાતે મૃતકની સાથે રહેલા મરનારના પુત્રો અને સગાનો સંપર્ક કરતા તેઓ ફોન બંધ કરી હોસ્પિટલથી જતા રહેલ જેથી પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ટિમ સાથે તેમના ગામ સદરપુર ગયેલા પરંતુ મૃતકના પુત્રો અને ઘરવાળાએ અગમ્ય દબાણમાં જણાવેલ કે ‘અમારા બાપાને ગામમાં લાવવા નથી તમારી રીતે અંતિમ વિધિ પૂર્ણ કરી દો’ જેથી આરોગ્યની ટીમે આઘાતનો આંચકો અનુભવ્યો કારણ શ્રવણના આ દેશમાં પિતા પોતાના સંતાનો પાછળ સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે અને સંતાનો પણ માં – બાપ માટે મરી ફિટે છે પણ આ સંબંધો લજવાતા આરોગ્ય તંત્રે માનવતા દાખવી ગામ આગેવાનોના દબાણમાં પણ મૃતકના બે પરિવારજનોને સાથે રાખી પાલનપુરમાં રાત્રે ૧૧ ક. મૃતકની અંતિમ વિધિ કરી સગા જતાં રહેલ પણ સવારે ૧૦ વાગે નાયબ કલેકટરનો ફોન ટી. એચ. ઓ. ઉપર આવતા અર્ધ બળેલી લાશ માટે ડો. હરીયાણી, સેવાભાવી મનુભાઈ અને ડો. જીતુભાઇએ પાલનપુર સ્મશાન ગૃહમાં જઈ અર્ધબળેલી લાશનો ફરીથી સંપૂર્ણ વિધિ સાથે અગ્નિ દાહ કરી માનવતાનું દ્રષ્ટાંત પૂરું પાડી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ પુરવાર થઇ હતી.