પાલનપુરની બ્રાન્ચ શાળા નં.1 માં કૂકર ફાટ્યું : મધ્યાહન ભોજન બનાવતા કૂકર ફાટતા 2 મહિલાઓને ઇજા
પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બ્રાન્ચ શાળા નં.1માં માધ્યાહન ભોજનનું કૂકર ફાટ્યું હતું. જેને લઈને બે મહિલાઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. પાલનપુરની બ્રાન્ચ શાળા નં.1 માં મધ્યાહન ભોજનમાં રસોઈ બનાવતી વખતે ભોજન કક્ષમાં કુકર ફાટયું હતું. શાળાના બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા સમયે આ બનાવ બન્યો હતો. જેમાં ભોજન બનાવતી 2 મહિલાઓને નાની મોટી ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર બાદ તેઓને રજા અપાઈ હતી. મધ્યાહન ભોજન કક્ષમાં કુકર ફાટવાની ઘટનાને લઈને રસોઈ વેરણ છેરણ થવાની સાથે શાળામાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.