પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુર માંથી પસાર થતા અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવેનો જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજુર કર્યો છે, જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે. જેને લઈને આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ એકઠા થઈને સરકાર અને તંત્ર વિરોધી સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી. કે જો બાયપાસ રોડ માટેની જમીન 30 મીટર નહિ કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તેથી જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે આંદોલન કરીશું, આત્મવિલોપન કરીશું પણ બાયપાસ રોડ નહિ થવા દઈએ.

પાલનપુર શહેર અને હાઇવેની ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માગણી હતી જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ જતા અનેક ખેડૂતો જમીન વગરના થઈ જાય તેવી પરિસ્થિતિ થતાં અનેક ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

ત્યારે આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓ આજે ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા જ્યાં મહિલાઓએ છાજીયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી નારેબાજી કરી સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો,ખેડૂતો રોષ વ્યકત કરતા કહ્યું હતું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી. અમે સરકાર સાથે છીએ પરંતુ ક્યાંક 30 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે તો ક્યાંક 60 મીટર અને અમારા ગામમાં 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જેથી તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે અને તેનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે નહિ તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું.

પાલનપુરના ચિત્રાસણીથી જગાણા ગામ સુધી અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવેને જોડતા બાયપાસ રોડમાં અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઇ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજુઆત કરી હતી જોકે આ બાબતને લઈને ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જઈને ખેડૂત નેતા રાકેશ ટીકેટ સાથે પણ મુલાકાત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો વિરોશ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતમાં કામ થાય છે કે તંત્ર ખેડૂતોને જમીન વિહોણા કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.