જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં ખુશી જેવા મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ ગઈ કાલ રાત્રિથી વરસાદ જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જેવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં અમીરગઢમાં 02 મિમી, કાંકરેજમાં 21 મિમી, ડીસામાં 96 મિમી, થરાદમાં 08 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 06 મિમી, દિયોદરમાં 20 મિમી, પાલનપુરમાં 08 મિમી, ભાભરમાં 23 મિમી, લાખણીમાં 23 મિમી, વડગામમાં 23 મિમી અને વાવમાં 25 મિમી વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.