કોંગ્રેસે જિલ્લા પંચાયતની ચુંટણીનું રણશિંગું ફુંકાયું : ડીસાના ભડથ ગામે સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા સાંસદ ગેનીબેન ઠાકોરનો ડીસા તાલુકાના ભડથ ગામે સત્કાર સમારંભ યોજાયો હતો. બનાસકાંઠા ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પહેલીવાર ડીસા તાલુકાના ભડથ ગામે ક્ષત્રિય સમાજના આગેવાન દેવુસિંહના ફાર્મ હાઉસ ઉપર ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો.
લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય જાગીરદાર સમાજ સહિત અઢારે આલમની જનતાએ સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ સીટ કોંગ્રેસ પક્ષને આપી મને દિલ્હી મોકલેલ છે. તે બદલ લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજ સહિત અઢારે આલમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસકાંઠા જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત તેમજ સવરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતીથી વિજય બનાવવા માટે સમાજના આગેવાનો તેમજ અઢારે આલમના લોકોને આહવાન સાથે વિનંતી કરવામાં આવી હતી મંચ પર પ્રવચન આપતા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે રીતે બનાસકાંઠાની જનતાને લપડાક મારી છે તે જ રીતે આવનારી જિલ્લા પંચાયત અને સવરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને ભુંડી હાર થશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો સાથે જે રીતે સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવાય છે અને મહીનાઓમાં તુટી જાય છે ત્યારે એક ઓવરબ્રિજ બનાવાનો જેટલો ખર્ચ થાય એટલો ખર્ચ ગ્રામ્ય વિસ્તારોમાં એકબીજા ગામના જોડતાં રોડ બનાવવામાં કરે તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલીને દૂર કરી શકાય તેમ છે.