ડીસાના જાવલ ગામની પરિણીતાને સાસરિયા દ્વારા દહેજ મામલે કાઢી મુકતા ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના જાવલ ગામે પરણાવેલી યુવતીને પતિ સહિત સાસરિયા દ્વારા દહેજ મામલે અવાર નવાર માર મારી ત્રાસ ગુજારતા પરિણીતાજએ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહિત સાસરિયા પક્ષ સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
આ અંગેની પોલિસ ફરિયાદની વિગતો અનુસાર મૂળ પાટણના મેસર ગામે રહેતા રતિલાલ શંકરલાલ નાઈની દીકરી સગીતાના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મૂળ જાવલ ગામના વતની અને હાલ ડીસા ખાતે રહેતા બળવંતભાઈ કેશાભાઈ ભાટીના દીકરા પુનિતકુમાર સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંગીતાબેન ને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયેલ. જાેકે લગ્નના દોઢેક વર્ષ સુધી પતિ દ્વારા સારી રીતે રાખવામાં આવેલ. બાદમાં સાસુ સસરા અને નણંદ દ્વારા રસોઈ બનાવવા બાબતે અવાર નવાર ચઢામણી કરવામાં આવતા પતિ પુનિત દ્વારા અવાર નવાર ત્રાસ આપી માર મારવામાં આવતો હતો. જાેકે આ સમય દરમિયાન પુનિતભાઈને હેર કટિંગની દુકાન કરી હતી અને આ બાબતે સંગીતાબેનના પતિ પુનિતભાઈ, સાસુ સસરા અને નણંદ દ્વારા સંગીતાબેનને કહેલું કે અમારે પાંચ લાખની જરૂર છે, તું તારા પિયરથી લઈ આવ. જાેકે આ બાબતે સંગીતાબેને કહેલ કે મારામાં બાપ ગરીબ છે. આટલા રૂપિયા ક્યાંથી લાવે તેમ છતાં પતિ સહિત સાસરિયા દ્વારા દહેજ મામલે સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા આખરે આ બાબતે પીડિત સંગીતાબેને આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંગીતાબેનના પતિ પુનિતભાઇ બળવતભાઈ ભાટી, સસરા બળવંતભાઈ કેશાભાઈ ભાટી, સાસુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.