ડીસામાં જાહેરનામાના ભંગ મામલે આઠ દુકાનદારો સામે ફરિયાદ
રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારીને પગલે ડીસામાં પણ જીલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા તેમજ ત્યારબાદ અવર જવર ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ દુકાનો ખુલ્લી રાખતા હોવાની દક્ષિણ પોલીસને માહિતી મળતા તપાસ હાથ ધરી હતી અને ડીસાની મધ્યમાં આવેલ એચએલ હબમાં તપાસ કરતા કેટલાક વેપારી ચાર વાગ્યા બાદ પણ દુકાનો ખુલ્લી રાખી હતી. જે મામલે પોલીસે આઠેક વેપારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.