યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરી વીડિયો ઉતારી રૂ. ૩ લાખ ની માંગણી કરતા ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

પીડિત યુવકે બે નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એક ની અટકાયત કરી એક ફરાર: વડગામ તાલુકાના છાપી પંથકમાં એક યુવક સાથે બસુ તેમજ મજાદર ગામ બે શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનું વીડિયો રેકોર્ડિંગ કરી યુવક પાસે રૂ.3 લાખની માંગણી કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પીડિત યુવકે છાપી પોલીસ મથકે બંને શખ્સો સામે શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે એક આરોપીને ઝબ્બે કર્યો હતો.જ્યારે એક ફરાર થઇ ગયો હતો.

અમદાવાદ હોટલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર નોકરી કરતા છાપી પંથકના એક ગામના યુવક સાથે બસુ ગામનો માજીદ મહંમદ કડીવાલ અને મજાદર ગામનો ઈરફાન ઉંમર કડીવાલે મોબાઈલ ઉપર સંપર્ક કરી દોસ્તી કરી યુવકને ચા પીવા તાજ હોટલ ઉપર બોલાવ્યો હતો. જોકે, યુવક પાસે વાહન ન હોવાના કારણે બંને યુવકો તેને લેવા માટે તેના ગામે ગયા હતા. અને યુવકને લઈ બસુ ગામની સીમમાં એક ખેતરમાં લઇ જઇ ત્યાં યુવકને મારમારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વીડિયો ઉતારી રૂ.3 લાખની માંગણી કરી પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી 15 હજાર પણ સેરવી લીધા હતા.

બીજી રકમ માટે ધમકીઓ આપી હતી.જેથી પીડિત યુવકે હિંમત દાખવી છાપી પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં છાપી પીએસઆઈ હાર્દિક દેસાઈ, પો.કો. સુરેશભાઈ તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી માજીદ મહંમદ કડીવાલની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.જ્યારે ઈરફાન ઉંમર કડીવાલ ફરાર થઇ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.