વાવના ધરાધરા ગામમાં મહીલા આરોગ્ય કાર્યકરની સરાહનીય કામગીરી

બનાસકાંઠા
vav
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ વાવ  : વાવ તાલુકાના ધરાધરા ગામમાં છેલ્લા ૪ વર્ષથી મહીલા આરોગ્ય કાર્યકર તરીકે નોકરી કરતાં દર્શનાબેન બી.ચૌધરી એક ફરજનિષ્ઠ આરોગ્ય કર્મી તરીકે ગામલોકોમાં જાણીતા છે. ગામ કે ખેતરોમાં વસવાટ કરતા દરેક પરિવારની સમયાંતરે મુલાકાત લઈ લોકોને આરોગ્ય પ્રત્યે સભાન કરવા માટે હરહંમેશ સૂચન કરતાં રહે છે,એમાંય કોરોના બાદની તેમની કામગીરી સરાહનીય રહી છે.
મૂળે સાબરકાંઠા ના ઇડર તાલુકાના કડિયાદરા ગામના વતની એક ખેડૂતની દીકરી દર્શનાબેન બી.ચૌધરીએ ભીલોડાની સરકારી કોલેજમાં નર્સનો અભ્યાસ કર્યા બાદ ૪ વર્ષ અગાઉ તેમનું મહીલા આરોગ્ય કાર્યકર તરીકે વાવના ધરાધરામાં પોસ્ટિંગ થયું હતું. ૪ વર્ષના સમયગાળા માં તેઓ ગામના દરેક ઘરોમાં જાણીતા છે. કેમકે તેમની સમયાંતરે મુલાકાત અને લોકોને આરોગ્ય બાબતે શિખામણ આપતાં જ રહે છે,એમાંય કોરોનાની મહામારી માં તેમણે કોરોના વોરિયર્સ તરીકે ખંતથી ફરજ નિભાવી છે. ૩૩૫૦ ની વસ્તી ધરાવતા ધરાધરા ગામના લોકો મોટે ભાગે ખેતરોમાં સ્થાયી વસવાટ કરે છે. એ દરેક ખેતરોમાં અને ઘરે ઘરે જઇ કોરોના સામે સાવચેત રહેવા દરેક ઘરોની મુલાકાત લીધી હતી.આમ તો કોરોના મહામારીમાં પોલીસ, વહીવટીતંત્ર, મીડિયાકર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ કોરોના વોરિયર્સ બની ખંતથી તેમની ફરજ બજાવી છે,પણ દરેક ક્ષેત્રોમાં મહિલાઓનું યોગદાન ખાસ વિશેષ રહ્યું છે,પરિવારની સાર સંભાળ અને ફરજ બન્ને ને સુપેરે નિભાવનાર મહિલાઓ અભિનંદનને પાત્ર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.