બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધશે
રાજ્યમાં ઉતરપૂર્વ તરફના ફૂંકાય રહ્યા છે.અને વેસ્ટર્ન ડીસ્ટર્બન પણ પસાર થઈ ગયું છે. જેના કારણે રાત્રી દરમિયાન ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ૨ થી ૩ ડીગ્રી ગગળ્યું.અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી ૪૮ કલાક ઠંડી જાેર વધશે અને લઘુતમ તાપમાન બેથી ત્રણ ડીગ્રી તાપમાન ગગડશે. બનાસકાંઠા જિલ્લામાં ડીસેમ્બર માસની શરૂઆતમાં જ ઠંડી નુ જાેર વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી ઠંડી પારો ચાર ડીગ્રી ગગડતાં પ્રજાજનો ને હાડ થીજવતી ઠંડી નો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે ડીસેમ્બર ના પ્રથમ પખવાડિયામાં ઠંડીનું જાેર વધવાની આગાહી કરી હતી.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જાેર વધતા રવી સીઝનના પાકોને ફાયદો થશે
ડીસાના હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે મંગળવાર કરતા બુધવારના રોજ ઠંડીનો પારો ૧.૨ ડિગ્રી ઘટાડા સાથે ૧૫.૨ ડિગ્રી નોંધાવા પામ્યુ છેજ્યારે મહત્તમ તાપમાનમાં પણ ૨.૨ ના ડિગ્રીનોમા ઘટાડા સાથે ૨૭.૮ ડિગ્રી પારો નોંધાયો છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું છે જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકે ૩ કિમીની રહી છે. દરમિયાન શિયાળાની ઋતુની ઠંડીની મોસમ બરોબર જામી રહી છે ત્યારે રવી સીઝનના પાકોને પણ ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે બદલાતા વાતાવરણ વચ્ચે રવિ પાકો પર તેની અસર પડી રહી હતી પરંતુ ઠંડીનું જાેર વધતા રવી સીઝનના પાકોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
Tags Rakhewal rakhewaldaily